છેક મહુવાથી ભાઈનું (મોદીનું ) ભાથું લઈને આવેલા દુધી બેન લોકો સમક્ષ ખુલા મુકેલા ભાથા સાથે નજરે પડે છે. શ્રીફળ , રોટલો, ડુંગળી જેવી ચીજો સિમેન્ટ થી બનાવીને લાવ્યાતા તેમના સ્વરમાં ..''આતો મારા ભાઈ હાટુ લાવી સુ... ઈને બિચારાને સિમેન્ટ વિના કંઈ ભાવતું જ નથ''
આખી ચળવળના પાયામાં રહેલી વ્યક્તિ એટલે કડવી બેન જેમણે નિરમા પ્લાન્ટ નો સો પ્રથમ વિરોધ નોધવી ને નાનકડા ડોળીયા ગામ થી ગાંધીનગર સુધીની પદયાત્રાને આકાર આપ્યો ''જાન આપીશું પણ જમીન નહિ''
કાલી ઘેલી ભાષામાં ઓધ્યોગિક નીતિ નો વિરોધ નોધાવા રેલીમાં જોડાએલી ગ્રામીણ બહેનો સાબરમતી આશ્રમમાં નજરે પડી રહી છે
બાપુની પવિત્ર ભૂમિ એવા સાબરમતી આશ્રમ માં શાંતિ ભર્યા વાતાવરણ વચ્ચે હળવાશની પળોમાં જણાતી બહેનો જાણે કહેતી ન હોય .....અલી જો ઓલ્યો ફોટો પાળે રયો.
બપોરના પડાવ દરમિયાન આશ્રમમાં એવા કેટલાક નાટકો રજુ કરવામાં આવ્યાતા જેમાં ખેડૂતોના જૂસ્સા માં અનેક ગણો વધારો થતો જણાયો .જેમાં રાજનીતિક ,બીઝનેસમેન અને કાનૂની તજજ્ઞો દ્વારા ભોળા ભલા ખેડૂતની જમીનનો કેવી રીતે લુંટી લેવાઈ રહી છે તેના પરના સંવાદ રુંવાટા કંપાવી દે તેવા હતા
ધોરણ ૧૦ ૧૨ ની પરીક્ષાઓં અર્ધ વચે છોડીને રેલીમાં જોડાએલા વિદ્યાથીઓં ને મન જમીન એક માં સમાન છે .મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા હું આવતા વર્ષે આપી શકીશ પરંતુ આવતા વર્ષે હું સરકાર પાસે મારી જમીન પાછી નહિ માગી શકું
| રેલીમાં છેક થી છેક સુધી ચાલતું આવેલું મોતી નામનું કૂતરું સહુના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. લાંબી મુસાફરી બાદ આરામ ફરમાવી રહેલા મોતીને જોઇને કહેવાનું મન થઇ આવે મોદી થી થાકેલો મોતી. |
| આરામ બાદ ફરી ગાંધીનગર તરફ કૂચ કરવામાટેની યોજના બતાવતા આગેવાન શ્રી કનુભાઈ કલસારીયા |
સંકલન અને તસ્વીર= ભરત દેસાઈ
No comments:
Post a Comment