આટલી મોટી દુનિયામાં પણ માણસ કયારેક પોતાની જાતને એકલી મેહશુસ કરે છે. ભલે પછી તેને ચાહનારો વર્ગ મોટો હોય કે તેની આસપાસ લોકોની ભીડ રહેતી હોય. પણ ક્યાંક એવી કમી રહેતી હોય છે જેથી અપૂર્ણતા જ વર્તાય. દેશ ભરમાં અપાર પ્રસિદ્ધી મેળવનાર સુરેયાને જિંદગી ભર એકલતાએ કોરી કાધી. ત્યાં પછી જીવન સાથે સમાધાન નથી હોતા. કોઈક વ્યક્તિ એવી છે જે કયારે કોઈને ચાહી નથી સકતી. અથવાતો ન ચાહવાનાં દંભ માંથી છૂટી નથી સકતી. ઘણી વખત બને છે કોઈકને ચાહી ને પણ મેળવી નથી શકાતું, અથવા સમજો કે મેળવી ને પણ ક્યાં ચાહી શકાય છે? આ વિરોધાભાસી વિધાનમાં જ દરિન્દ્ર્ર કે લાચાર ખામોસી છપાએલી હોય છે. અને આમાં જીવન ભર અફસોસ ફૂલે-ફાળે છે. મરીઝ ખુબ સુંદર કહે છે - '' આ નાના-નાના દર્દ તો થતા નથી સહન, દે એક મહાન દર્દ અને પારાવાર દે ''
કૃષ્ણ માટે ઝૂરતી મીરાના પ્રેમ ને નિષ્ફળતો ન જ કહી શકાય. જેમાં પ્રવિત્રતાની સાથે એક અલોકિક મેળાપની સાધના હોય છે. જેમાં વ્યક્તિ પોતાના આખે આખા જીવનને કોઈકના નામ ને સહારે વિતાવી દે છે. અને ત્યાં ઊંડાણમાં પડેલી ઝંખના ક્યાંક છતી થાય છે કે '' વીંટી માફક કોઈ એક અંગત ઘાવ પહેર્યો છે મેં આવ કે વર્ષો થી આ તારો અભાવ પહેર્યો છે મેં '' એક બીજા ના સહવાસ ને ઝંખતા હૃદયો સમય અંતરે વિખુટા પડે છે. પણ વર્ષો પછી એ એનું આવવાનું આકસ્મિત એધાણ પ્રિય મોસમ ના આગમન જેવો અહેસાસ કરાવે છે. તે સમયે દુનિયાની કોઈ પણ ખુશી તેની સરખામણી નથી કરી સકતી.પણ બધુ જ ન્યોછાવર કાર્ય છતાં કોઈકને નથી મેળવી શકાતું ત્યાં પારાવાર વેદનાઓ તમારી નિષ્ફળતા કનડે છે. પણ નિષ્ફળ નીવડેલા પ્રેમ જ સફળતા ના સોપાનમાં ફૂલ જગા પામ્યા છે. પ્રેમ એ પવિત્રતા ની ઝાંખી કરાવે છે. જેમાં કોઈક ને પામી ને રહી જવાની વાત નથી હોતી. તે તો પરસ્પર રીતે ચાલતી એક પ્રક્રિયા. થોડા સમય પહેલા કઈક વાંચતો હતો ને એક વાક્ય નજરે ચડી ગયું '' માત્ર શરીર પામી ને રહી ગયેલો દરેક પુરુષ અધુરો છે, જ્યારે શરીરને આંગળી પણ અડાડયા વગર મન ને પામી ગયેલો પુરુષ પૂર્ણ છે '' મને લાગે છે કે પવિત્ર પ્રેમ ની આનાથી વધારે સારી પરીકલ્પના હોય જ ન શકે. મારી નજરે એક સ્ત્રી વર્ષો થી પોતાની જાતને વિરહ ની આગ મા શેક્યાં કરે છે. પેલા ખુદા-ગવાહ શ્રી દેવીની માફક કોઈકના આગમન ની વાટ....બીજું કઈ નહિ. પણ ત્યાં ફરકતી ધજાનો સહારો હોય છે જ્યાં અહી પોતાનામાં ભરેલો ઠશોઠશ આત્મવિશ્વાસ. અહી મરીઝ નો એક સેર બરાબર બંધ બેસે છે '' કોડ ને કમાડ કદી ઘૂંટેલા લાભ-શુભ, રાતું ચટાક કંઇક જાગે. ઓશરીમાં આભલાનું તોરણ, તે કોઈ એક આવે તો કેટલાય લાગે ''
દંપતી જીવન માં નાની એવી વાત ક્યારેક મોટું સ્વરૂપ લઇ લે છે. ત્યાં પેલી પત્ની પોતાના પતિ ને અચૂક કહી દે છે, જા તુ ન જોઈએ હું જિંદગી આખી આ હાખ [ઘરના દરવાજાને જકડી રાખતો કંધો] સાથે વિતાવી લઈશ. અનુભવ શિવાય તો પ્રેમ ની વાત ને મોટા ભાગે હાસ્ય માજ ખપાવી દેવાય છે. પણ મુજ વિતી તુજ વિતશે ધિરો રે બાપુલીયા, ની પંક્તિ જે તે સમય ના યૌવનો જે તે સમય ના લોકો ને કહેતા જ રહ્યા છે. હમણાના કોઈ એક સર્વેક્ષણ મુજબ પ્રેમ માં નિષ્ફળ થયેલો વ્યક્તિ હિંસા તરફ ઝુકી જાય છે ને તેનું પ્રમાણ ખુબ મોટું આવ્યું છે. પણ અહી આપણે પેલા સરસ્વતી ના નાયક ને કેમ ભૂલીએ જે પ્રેમ મા કહેવાતી નિષ્ફળતા મેળવીને સમાજ સેવા તરફ વળી ગયો. આને જ પ્રેમ મા આપેલી સાચી આહુતિ કહી સકાય. જેમાં પોતાના દુ;ખો ભૂલવા વ્યક્તિ અસંખ્ય હૃદયો ને સ્પશી ને પોતાના જીવન ને એક અનોખો આકાર આપે છે. આજે માણસ બે કદમ કોઈની સાથે મીલાવીને ચાલી નથી શકતો, ત્યાં જીવન આખા નો સાથે ગુજારો શક્ય ન પણ બને. અને જ્યાં પરિસ્થિતિ આવી સર્જાય ત્યાં પોતાની કહાની ને એક સુંદર વળાંક આપી ને છોડી દો જે કમ સે કમ જીવનનું એક ઉત્તમ સ્મરણ બની ને તો રહી જશે .....